મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે લક્ષ્મીનગર ગામની સીમ નજીક રાધેશ્યામ પ્લાઝાની બાજુમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૦૯ કિં.રૂ. ૫૦૮૦ તથા બિયર ટીન નંગ-૧૫ કીરૂ ૧૫૦૦ એમ કુલ કીરૂ ૬૫૮૦ નો મુદ્દામાલ સાથે આરોપી ભગીરથભાઈ મેગારામભાઈ શિયાગ (ઉવ-૩૦ ધંધો વેપાર રહે. લક્ષ્મીનગર ગામ ની સીમ શ્રી બાલાજી હોટેલ કંડલા હાઈવે તા-જી મોરબી મુળરહે. દેવળા તા ચિતલવાના જી. ઝાલોદ-રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.