મોરબી : મોરબીના અદેપર ગામે હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો.જેમાં હૃદય રોગને લાગતા રિપોર્ટ અને તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ ગત તા.1ને બુધવારના રોજ પ્રાથમિક શાળા અદેપર ખાતે યોજાયો હતો.જેમાં દરેક દર્દીને ECG એટલે કે હૃદયની પટ્ટી, RBS એટલે કે ડાયાબીટીસ અને BP એટલે કે બલ્ડ પ્રેશરની તપાસ ફ્રી માં કરી આપવામાં આવી હતી.અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં 2D ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગામના લોકોએ લાભ લીધો હતો. માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર વિનામૂલ્યે કરવામાં આવ છે.