એક આરોપી ઝડપાયો, મહિલા બુટલેગર ફરાર મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના નવા સાદુળકા ગામે મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી.તેમજ એક આરોપીને દબોચી લીધો હતો. જો કે મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી. મોરબી તાલુકા પોલીસે ગઇકાલે નવા સાદુળકા ગામે ભારતીબેન ગોરધનભાઇ સારોલાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે તે મકાનમાં રેઇડ કરી હતી અને પોલીસે આ મકાનમાંથી દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનનુ બકડીયુ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા પતરાનુ ટીપણુ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ આશરે ૨૦ લીટરની ક્ષમતાવાળા પ્લા.ના ખાલી કેરબા નંગ-૦૫ કિં.રૂ.૫૦૦ તથા દેશીદારૂ લીટર-૦૫ કિં.રૂ.૧૦૦ તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો ભરેલ બેરલ નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા ઠંડો આથો લીટર-૧૦૦ કિં.રૂ.૨૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ મેરૂભાઇ સેલાણીયાને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ભારતીબેન ગોરધનભાઇ સારોલાને ફરાર દર્શાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.