મોરબી : ગઈકાલે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઠેર-ઠેર ઉજવણી કરી લોકોમાં તમાકુનું વ્યસન ન કરવા અને વ્યસન કરતા હોય એમને તમાકુનું છોડવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એ જ રીતે મોરબીની નવયુગ નવયુગ કોલેજની ગર્લ્સ NCC કેડેટ્સે રેલી યોજી વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરી હતી. NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું. વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે.ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડઅસરોથી વાકેફ કરવા આ આયોજન કરાયું હતું.