આરોગ્ય ખાતું, તોલમાપ ખાતું, નગરપાલીકા તથા ખોરાક અને ઔષધ વિભાગ પગલાં ભરે તેવી ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી : મોરબી શનાળા રોડ પર વેચાતી કૃત્રિમ રીતે પકવેલ કેરી પ્રજાજનોને આરોગ્ય માટે જોખમી હોવાની સાથે બોકસમાં ઓછો વજન આપી છેતરપીંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા વિભાગે ઉઠાવી પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ તોલમાપ વિભાગ સંયુક્ત રીતે પગલાં ભરે તેવી માંગ ઉઠાવી છે. મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ખોરાક અને ઔષધ નિયમન વિભાગને વિસ્તૃત રજુઆત કરતા જણાવ્યું છે કે, શનાળા રોડ ઉપર કેરી બજારમાં કેરીના બોકસ ઉપર તલાલા ગીરની કેરી લખેલ છે. પણ એ કેરી કંઈ જગ્યેથી આવે છે તે નકકી નથી.આ ઉપરાંત બોકસમાં જે કેરી વહેંચાય છે.તે કૃત્રિમ રીતે પકવવામાં આવલ કેરી હોય છે અને ઘણી ખરી તેમાં સળેલી પણ નીકળે છે. જે પ્રજાની તંદુરસ્તીને પણ નુકશાન કરે છે. સાથે સાથે તોલમાપ અધિકારી એ તેના વજન માટે તપાસ કરવી જરૂરી છે. નવ કિલોનું કહીને પ્રજાને આઠ કે સાડા આઠ કિલો જ કેરી મળે છે. તેવી વ્યાપક ફરીયાદ છે. ગ્રાહક ઉભો રહીને જોખાવે ત્યારે બે-ત્રણ કેરી ઉપરથી નાખીને નવ કિલો વજન પુરુ દર્શાવે છે. ઘણા સમયથી તોલમાપ અધિકારી અહિં ચાર્જમા ચાલે છે. જેથી ઓછા વજનના ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પ્રજાની તંદુરસ્તી માટે હોટલ, ડેરી, કે લોજમાં અપાતા કેરીના રસના નમુના લેવા જરૂરી છે. કારણ કે તેમા ભેળસેળ હોવાનો આરોપ લગાવાયો છે. આ સંજોગોમાં આરોગ્ય ખાતું, તોલમાપ ખાતું, નગર પાલીકા તથા ખોરાક અને ઔષધ વિભાગ સાથે મળીને તપાસ કરે તો પ્રજાને લાભ થાય તેમ હોવાનું ઉમરી જિલ્લા કલેકટર અંગત રસ લઇ પ્રજાની તંદુરસ્તી તેમજ ભેળસેળ અને ઓછા વજનના પ્રશ્નો નાબુદ થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ તેવું રજૂઆતના અંતે જણાવાયું છે.