લોરેન્સ બિશ્નોઇ ગેંગે જીંજુડા ડ્રગ્સ કાંડમાં સાડાત્રણ કિલો હેરોઇન ખરીદ્યું હોવાનો ધડાકો મોરબી : જાણીતા પંજાબી ગાયક અને કોંગ્રેસી આગેવાન સિધ્ધુ મુસેવાલાની હત્યા કરનાર લોરેન્સ બિશ્નોઇની ગેંગ મોરબીના જીંજુડા ડ્રગ્સ કેસમાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના નેતા અને પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલાની લોરેન્સ બિશ્નોઇ ગેંગે દિન દહાડે હત્યા કરી હોવાનું જાહેર થયું છે ત્યારે રાજસ્થાનની આ કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગ મોરબીના જીંજુડા નજીક નવેમ્બર 2021માં પકડાયેલા ડ્રગ્સની દાણચોરીના કેસમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ ડિસોઝા ગેંગના સભ્ય ભારત ભૂષણ યાદવ ઉર્ફે ભોલા શૂટરે જીંજુડા લેન્ડ થયેલા ડ્રગ્સમાંથી 3.5 કિલો હેરોઈન ખરીદ્યું હતું. ડ્રગ્સ માફિયા ઈસા રાવ પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો અંકિત જાખડ અને અરવિંદ યાદવના પણ નામ ખુલતા એટીએસે બન્નેને ઝડપી લીધા હતા. બિશ્નોઈ ગેંગ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં હોવાનું અને ગુજરાતમાં ઉતરેલો ડ્રગ્સનો જથ્થો બિશ્નોઈના ઈશારે જ ઉતર્યો હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું