અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીની રૂ.97 લાખની ડિપોઝિટ જપ્ત કર્યા બાદ ચીફ ઓફિસરે દિવસ 15માં 3.84 લાખની રકમ ચૂકવવા આદેશ કર્યો મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યીજના હેઠળ 608 મકાનોનું અધવચ્ચે કામ લટકાવી દેનાર અમદાવાદની કોન્ટ્રાકટ એજન્સી સામે અંતે નગરપાલિકાએ પગલાં લેવા કવાયત હાથ ધરી છે અને નગરપાલિકાએ અમદાવાદની કોન્ટ્રાકટ કંપનીને નોટિસ ફટકારી આવાસ યોજના અધૂરા કામ મામલે ફોજદારી પગલાં ભરવાની ચેતવણી આપી છે. જો કે, અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીની રૂ.97 લાખની ડિપોઝિટ જપ્ત કર્યા બાદ ચીફ ઓફિસરે દિવસ 15માં 3.84 લાખની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. મોરબી નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને કામધેનુ બાયપાસ ઉપર સામાન્ય લોકો માટે 608 મકાનો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને વર્ષ 2015માં આ કામ શરૂ થયું હતું અને એક વર્ષમાં આ કામ પૂરું કરવાની મુદત આપી હતી. પણ આ કંપનીએ એક વર્ષની બદલે આઠ-આઠ વર્ષ વીતી જવા છતાં આવાસ યોજનાનું કામ પૂરું કર્યું નથી. આ આવાસ યોજનામાં બારી બારણાં, ફિનિશિગ વર્ક,રૂ વાઈટ વોશિંગ સહિત રૂ..4.82 કરોડનું કામ બાકી છે. જો કે આ કામ 16 કરોડનું હોવા છતાં ઊંચું ટેન્ડર આપીને 18 કરોડથી વધુનું પ્રમેન્ટ ચૂકવી પણ દીધું હતું. તેમજ ડિપોઝીટ પણ રિલીઝ થઈ ગઈ હતી. આવાસ યોજનાનું કામ અધૂરી લટકાવી લેતા પાલિકા અને મુખ્યમંત્રીની શાખ દાવ ઉપર લાગી હતી. જો કે કોન્ટ્રાકટ કંપનીને પેમેન્ટ અને ડિપોઝીટ ચૂકવાઈ ગઈ હોવાથી નગરપાલિકા તંત્ર ફસાઈ ગયો હતું. પણ પાલિકાની શાખને દાવ ઉપર લગાડનાર આવાસ યોજનાના કોન્ટ્રાકટરને સાણસામાં લેવા નગરપાલિકાએ તજવીજ હાથ ધરી હતી અને અમદાવાદની જવાબદાર ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીની રૂ.97 લાખની ડિપોઝિટ જપ્ત કર્યા બાદ ચીફ ઓફિસરે દિવસ 15માં 3.84 લાખની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. 15 દિવસમાં બાકીની રકમ ન ચૂકવાઈ તો આ કોન્ટ્રાકટ કંપની સામે ફોજદારી રહી કાર્યવાહી કરવાનું પણ નોટિસમાં જણાવ્યું છે.