કાલે 11 કલાકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમરને ત્યાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે મોરબી : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા આવતીકાલથી બે દિવસ મોરબી પ્રવાસે છે. તેઓ આ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આવતીકાલે ગુરુવારે સવારે 5 વાગ્યે ગાંધીનગરથી રવાના થશે. ત્યાંથી સવારે 9 કલાકે તેઓ ખીરઇ પહોંચશે. ખીરઇ અને માળિયામાં ભાજપની કારોબારીમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ 11 કલાકે મોરબી ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમરને ત્યાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12 કલાકે તેઓ મોરબીથી રાજકોટ જવા રવાના થશે. ત્યાં સાંજે 4 કલાકે તેઓ શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજશે. તેઓ રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરશે. બાદમાં તા.3ને શુક્રવારે સવારે 5 કલાકે રાજકોટથી મોરબી રવાના થશે. મોરબી ખાતે સવારે 6 વાગ્યે તેઓ મંતવ્ય દ્વારા આયોજિત અન્નદાન મહાદાન રેલીનું નગરપાલિકા કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવશે. બાદમાં સવારે 7 વાગ્યે તેઓ ગાંધીનગર આવવા રવાના થશે.