પિતાએ ધૂળ ખંખેરવા કમ્પ્રેસરની નળી લીધા બાદ હાથપગ ધોવા જતા રમત -રમતમાં બાળકના ગુપ્ત ભાગમાં નળી ભરાઈ જતા સારવારમાં મૃત્યુ મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમોલા સીરામીકના કારખાનાના માટી ખાતામાં વિચિત્ર અકસ્માતમાં એર કમ્પ્રેસરની નળી બાળકના ગુપ્ત ભાગમાં ભરાઈ જતા પેટમાં હવા ભરાઈ જવાથી બાળકનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમોલા સીરામીકના કારખાનાના માટી ખાતામાં કામ કરતા રોશનભાઇ સુખલાલભાઇ ડામોર નાઇટ શીપમા મજુરી કામ પુરૂ કરી સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ પોતાના બે દિકરા કિશન તથા વિશાલને તથા પોતાને ચોટેલ માટી હવાનુ કમ્પરેશન ચાલુ કરી સાફ કરેલ હતી બાદમાં હવાની ચાલુ નળી મુકી રોશનભાઈ હાથપગ ધોવા ગયા હતા. દરમિયાન રોશનભાઈના બન્ને પુત્ર કિશન તથા વિશાલ બન્ને હવાની નળી સાથે રમતા હતાએવામાં રમતા - રમતા અકસ્માતે ચાલુ હવાની નળી વિશાલ, ઉ.4 ના ગુપ્ત (ગુદા) ભાગે ભરાય જતા પેટમા હવા ભરાય જતા પ્રથમ મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરતા ત્યા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવની તપાસ શરૂ કરી છે.