ટંકારાઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકાના વતની તથા ટંકારા તાલુકામાં વસતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને યોગ ટ્રેનર બનવા માટેની તક આપવામાં આવી રહી છે. યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોને ૧૦૦ દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ તાલીમાર્થી પોતાના રહેણાંક વિસ્તારમાં કે સાર્વજનિક સ્થળ પર પોતાના યોગ વર્ગ ચાલુ કરીને રોજગારી પણ મેળવી શકશે. યોગ ટ્રેનર બનવા માટે 15 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા કોઈપણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે www.GSYB.in વેબસાઈટ પર જઈને trainer aplication form પર click કરવું. જેમાં આધારકાર્, ફુલ સાઈઝનો ફોટો (માથા થી પગ સુધી)2 kb, એજ્યુકેશન કવોલીફિકેશન( ન્યુનતમ ૧૦ સુધી), યોગ સર્ટીફીકેટ જો હોય તો ઉમેરી ફોર્મ ભરી શકાશે. ટંકારા તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરવા ઈચ્છુક હોય તો વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને ફોર્મ સબમિટ થઈ ગયા પછી એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબરનો સ્ક્રીન શોટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ કંચનબેન સારેસા (મો.નં.- 9558926180), ડિમ્પલબેન સારેસા (મો.નં. 9687442735) મોકલી આપવા અને ફોર્મ ભરતી વખતે રેફરન્સમાં ઉપરના કોચના નામ નાખવા જેથી સર્ટિફિકેટ મેળવવામાં સરળતાં રહે.