બન્ને વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબી શાકમાર્કેટ નજીક પોતાના મિત્રની રિક્ષામાં બેસનાર યુવાનને બે શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવા ધમકી આપતા એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરનગરમાં રહેતા હિતેષભાઇ અવચરભાઇ સોલંકી મોરબીની શાકમાર્કેટ નજીક તેમના મિત્ર રમેશભાઇ ગણેશભાઇ ઝિંઝવાડીયવાળાની રીક્ષામા બેસતા આરોપી રૂષીભાઇ ઘોઘુભાઇ ઝાલા અને ભરતભાઇ રમેશભાઇ ગઢવી બન્ને રહે-ખડીયાવાસ લીલાપર રોડ વાળાઓને સારું નહિ લાગતા હિતેશભાઈને તેમજ તેમના મિત્રને ગાળો બોલી જાહેરમા જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે હિતેશભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨)(૫)(એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.