રફાળેશ્વર રોડ નજીક ડેમુ ટ્રેનની વ્હીસલ ન સંભળાતા યુવાન મોતને ભેટ્યો મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક કાનમાં ઈયર ફોન ભરાવી ટ્રેનના પાટા ઉપર કુદરતી હાજતે જવા નીકળેલા યુવાનનું ડેમુ ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ લાલપર ગામની સીમમાં આવેલ મિલેનિયમ પેપરમિલમાં નોકરી કરતો ગુલાબચંદ દેવચરણ વર્મા નામનો યુવાન ગઈકાલે વહેલી સવારે કાનમાં ઈયર ફોન ભરાવી કુદરતી હાજતે જવા રેલવેના પાટા ઉપર ચાલીને જતો હતો ત્યારે જુના રફાળેશ્વર રોડ ઉપર મોરબી તરફથી આવતી ડેમુ ટ્રેનના ચાલકે વ્હીસલ મારવા છતાં ઈયરફોનના કારણે ટ્રેનનો અવાજ ન સંભળાતા આ યુવાનનું ડેમુ ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.