મોરબી : મોરબી કેશવાનંદ બાપુ આશ્રમ સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મોરબીના યુવાનનું મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં રોહિદાસપરા શેરી નંબર -6માં રહેતા મહેશભાઇ જદુરામભાઇ શુકલ નામના યુવાન કેશવાનંદ આશ્રમ સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.