મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમા ઇટાકોન ગ્રેનાઈટો સીરામીક્ ફેકટરીના લેબર ક્વાર્ટરમા રહેતા મૂલચંદભાઇ બિન્દાભાઇ બન્સકાર નામના શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.