ઉછીના લીધેલા પૈસા પરત આપવા મુદ્દે યુવાનને લમધારી નાખ્યો

- text


હળવદના કૃષ્ણનગરમાં બનેલી ઘટના

હળવદ : હળવદ શહેરના કૃષ્ણનગરમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત માંગી ત્રણ શખ્સોએ યુવાનના ઘેર ધમાલ મચાવી યુવાનને માર મારવાની સાથે તેના માતા પિતાને પણ ગાલી ગલોચ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના કૃષ્ણનગરમાં રહેતા હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડાએ આરોપી ધર્મેન્દ્રભાઇ ચમનભાઇ ગોઠી પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હોય જે પરત આપવા મામલે ધર્મેન્દ્રભાઇ ચમનભાઇ ગોઠી, પંકજભાઇ ચમનભાઇ ગોઠી તથા મેરૂભાઇ કાળુભાઇ રહે. ત્રણેય હળવદ વાળાઓએ કૃષ્ણનગરમાં ફરિયાદીના ઘેર જઈ ધમાલ મચાવી
હસમુખભાઈને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી માથાના ભાગે તથા પગના ભાગે ઇજા કરી તેના મમ્મી પપ્પાને ગાળો બોલી માર મારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

ઘટના અંગે હસમુખભાઈની ફરિયાદને આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text