મોરબી :મોરબીમાં વધુ એક બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરના પાજ ગામે રહેતા તોશીફખાન અનવરખાન પઠાણ (ઉ.વ.૨૭) ગત તા.૨૭ના રોજ કોઈ કામસર મોરબી આવ્યા હતા અને પોતાનું GJ13.AE.2028 નંબરનું મોટર સાયકલ મોરબીના અયોધ્યાપુરી રોડ પર માધવ હોસ્પીટલ સામે પાર્ક કર્યું હતું. તે દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ આ રૂ.૨૫૦૦૦ની કિંમતનું મોટર સાયકલ ચોરી કરી ગયો હતો. આથી આ બનાવ અંગે તેઓએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.