મોરબી : મોરબીમાં આવતીકાલે BAPS બાળપ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં BAPS બાળ પ્રવૃત્તિ દ્વારા વર્લ્ડ ટોબેકો ડે તેમજ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી નિમિત્તે વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન રેલીનું આવતીકાલ તા.31ને મંગળવાર રોજ સાંજે 4:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. રેલી હોસ્પિટલ ચોકથી શરૂ થઈ બાપા સીતારામ ચોકથી પસાર થઈ નવા બસ સ્ટેન્ડથી હોસ્પિટલ ચોકે પુરી થશે. વ્યસનમુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત સંસ્થાના 30 હજારથી વધુ બાળ બાલિકાઓ દ્વારા 30 લાખથી પણ વધુ લોકોનો સંપર્ક કરી તેમનું જીવન વ્યસન મુક્તિ તેમજ આદર્શ બનાવાયું હતું.