મોરબી : મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ વંદના અને વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીમાં ગત તા.૨૯ને રવિવારે મોરબીના શનાળા ખાતેની પટેલ સમાજની વાડી ખાતે એક માતૃપિતૃ વંદના તેમજ વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમ સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા તથા તેમની ટીમ દ્વારા યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જેનીબેન ઠુંમર,ડો. હેમાંગભાઈ વસાવડા,શહેનાઝબેન બાબી, બેચરભાઈ હોથી,પાલભાઈ આંબલીયા,જે. કે. પટેલ,વાલમજીભાઈ અમૃતિયા,લીંબાભાઈ મસોત,એલ. એમ. કંજારિયા,અયુબભાઇ મોવર,ગોરધનભાઈ કુવરીયા,ગુલામ હુશેનભાઈ,રાજુભાઈ આહીર, રેવાભાઈ પરેચા,રાણાભાઈ ડાંગર,ભાવેશભાઈ સાવરિયા,છગનભાઈ સરડવા.વિનોદભાઈ ડાભી,કિશોરભાઈ પટેલ,રાજુભાઈ કાવર,મનોજભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સંતાનમાં ફક્ત એક જ દીકરી ધરાવતા ૯૯ પરિવારો, ધોરણો ૧૨માં એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૧૫ વિધાર્થીઓ, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર ૧૭ શિક્ષકો, સેવાના ભેખધારી વ્યક્તિઓ અને સંસ્થાઓ,૪૭ મીડિયાના મિત્રો, તેમજ મોરબી જીલ્લાના સરપંચોનું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનો હેતુ સમાજમાં દીકરી - દીકરો એક સમાનની વાત પ્રસ્થાપિત થાય, સેવા ક્ષેત્રે કામ કરતા લોકો અને સંસ્થાઓ કે જેઓ સન્માન માટે કામ કરતા નથી હોતા પરંતુ તેઓના સન્માન થકી લોકોમાં સેવા ક્ષેત્ર કામ કરવાની જાગૃતિ આવે અને આવા લોકોને સમાજનો સહકાર મળે, એ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓમાંથી ભવિષ્યમાં બીજી વિધાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા મળે, તેમજ શિક્ષકોનું સમાજ પ્રત્યે જે યોગદાન છે તેમની સમાજમાં નોંધ લેવાય તેવો એક નાનો પ્રયત્ન કરવામાં આવેલ હોવાનું કાન્તિલાલ ડી.બાવરવા કહેલું છે. જેનીબેન ઠુંમર કે જેઓ પોતે પણ તેમના માતા પિતાનું એક માત્ર સંતાન દીકરી છે તેઓએ અન્ય દીકરીઓને આગળ વધવા આહ્વાન કરેલ હતું. ડો. શેહનાઝબેને સમાજમાં આનાથી સારી જાગૃતી આવશે.પાલભાઈ આંબલીયાએ લોકોને જાગૃત થવા આહ્વાન કરેલ તો ડો. હેમાંગભાઈ વસાડવા એ આ કાર્યક્રમને ખુબજ સારો ગણાવ્યો અને આમાંથી સરકારે પણ પ્રેરણા લેવા જેવું છે તેવું કહ્યું તેમજ પોતે કોંગ્રેસના મેનુફેસ્ટોમાં સંતાનમાં એક દીકરી હોય તેમને શિક્ષણ ફ્રિ કરવા તેમજ તેવી દીકરીન નોકરીમાં અગ્રતા વાતને સામેલ કરવાની વાત કહી હતી.