હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે દસેક દિવસ પહેલા અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર રાજુભાઇ બચુભાઇ ગેડાણી ઉ.45 પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલમાં રીફર કરાતા બેભાન હાલતમા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.