મહેન્દ્રનગરની ધર્મમંગલ સોસાયટીમાં એલસીબીનો સફળ દરોડો મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ધર્મમંગલ સોસાયટીમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે રહેણાંકમાં દરોડો પાડી વોડકા, વ્હિસ્કીની 71 બોટલ સાથે યુવાનને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી ધર્મમંગલ સોસાયટીમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી ભરતભાઇ ગંગારામભાઇ કુંડારીયાના રહેણાંકમાંથી મેકડોવેલ નંબર-1 વ્હીસ્કીની બોટલો નંગ-28, કિ.રૂ.10,500, મેજીક મુમેન્ટ ગ્રેઇન વોડકાની બોટલો નંગ-27 કિ.રૂ.10,800 તેમજ રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કીની બોટલો નંગ-16 કિ.રૂ.8000 સહિત કુલ મળી રૂ.29,400 નો મુદામાલ મળી આવતા ભરતભાઈને ઝડપી લઈ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ.ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ.ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભરતભાઇ જીલરીયા વગેરે દ્વારા કરેલ હતી.