મોરબી : મોરબીના લગધીરવાસ અને માળીયાના ખીરઇ ગામેથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી, રમાડતા બે વરલીભક્તોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લગધીરવાસ ચોકમાંથી ફારૂકાશા જુમાશા શાહમદાર, રહે.મોરબી કબીર ટેકરી ચાનીયા જમાતખાનાવાળી શેરી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી સાહિત્ય સાથે રોકડા રૂપિયા 3100 કબ્જે કર્યા હતા. જ્યારે માળીયા પોલીસે ખીરઇ ગામે દરોડો પાડી આરોપી જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણીને વરલી મટકાનો જુગાર રમી, રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 620 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.