મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીને રૂપિયા 17 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન બે આરોપી નાસી જતા પોલીસે છએય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કબીર ટેકરી શેરી નંબર-3માં દરોડો પાડી જુગાર રમી રહેલા નીજામભાઇ સલીમભાઇ મોવર, જુનેદભાઇ હુશેનભાઇ કુરેશી, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી અને કિશનભાઇ દિલીપભાઇ કાનાબારને રૂપિયા 17 રોકડા સાથે ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી હાજી મુસા કુરેશી રહે. મોરબી કબીર ટેકરી અને સીકંદર ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઇ શેખ રહે.મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસવાળી શેરી વાળો નાસી છૂટતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી નાસી ગયેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.