મોરબી : મોરબી શહેર અને જિલ્લાની જનતાને આધારકાર્ડની કામગીરીમાં સરળતા રહે તે માટે મોરબીની મેઈન પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરીમાં ટોકનમાંથી મુક્તિ આપવામાં આવી છે. આધારકાર્ડમાં મોબાઈલ અપડેટ કરવા માટે પોસ્ટ ઓફિસ ખાતે દરરોજ 7-30 થી 9-30 સુધી દરરોજ કામગીરી થશે જેમાં અરજદારોએ ટોકન લેવાની જરૂર નથી. અરજદારોને તુરંત જ આ કામગીરી કરી આપવામાં આવશે જેનો ચાર્જ 50 રૂપિયા ચૂકવવાનો રહેશે. સાથે જ ખેડૂતો માટે પીએમ કિસાન કેવાયસી કરવા માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર હોય તો તેઓને દરરોજ 7-30 થી 9-30 વાગ્યા દરમિયાન આવવાનું રહેશે.