પાટોત્સવમાં સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નરનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં સાઈમંદિરનો 16મો પાટોત્સવ યોજાયો હતો. આ તકે લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નરનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ અન્ય સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નવલખી રોડ ઉપર રણછોડનગર સોસાયટીમાં આવેલા ત્રીમંદિરની પવિત્ર જગ્યામાં સાંઈ બાબા મંદીરનો 16મો પાટોત્સવ ઉજવાયો હતો.આ પટોત્સવમાં મોરબીનાં સેવાને વરેલા એવા લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત બાબુભાઈ સાથે સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઈ સી. ફૂલતરિયા,સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજાનું સાઈ બાબાના 16માં પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞમાં મહંત બાબુભાઈની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડીને અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.સેવિકાબહેનો દ્વારા લા. રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયું હતું.આ સન્માનના ભાવમાં સાઈમંદિરમાં ચાલતા અન્નક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦/ નું તથા ચિત્રા હનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦/ અને કેશુભાઈ ના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મ દિવસ નિમિતે રૂ.૧૧૦૦/નું અનુદાન આપ્યું હતું.જગ્યાનાં મહંત પૂજારી દ્વારા આશિર્વચન પાઠવેલ હતા.