તા.30એ જિલ્લા કક્ષાનો તથા તા.4એ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમોનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.30ના રોજ મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઇસ્કુલના મિડલ હોલ ખાતે યોજાશે. આ સાથે તા.4 જૂનના રોજ હળવદની રાજોધરજી હાઇસ્કુલ, વાંકાનેરની મહોમદી લોકશાળા-ચંદ્રપુર, ટંકારાની એસ.પી.દોશી વિદ્યાલય, માળિયાની કે.પી. હોથી હાઇસ્કુલ-સરવડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે. આ તમામ કાર્યક્રમો સવારે 10 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમમાં 20 મિનિટ સ્થાનિક તજજ્ઞનું માર્ગદર્શન તથા 75 મિનિટ વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ 10 મિનિટ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું સેશન યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.