રાજકોટ ડિવિઝનમાંપસાર થતી 15 ટ્રેનોમાં 1લી જૂનથી મળશે જનરલ ટિકિટ મોરબી : મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ જૂન, 2022 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ટ્રેનોમાં જનરલ કોચમાં મુસાફરી કરવા માટે અનરિઝર્વ્ડ ટિકિટો આપવાની મંજૂરી આપી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, હવે નીચેની ટ્રેનોમાં આરક્ષિત ટિકિટો સાથે અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ આપવા માટે પરવાનગી આપવામાં આવી છે: રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ 1જૂન 2022 બાદ ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ, ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રે, ટ્રેન નં. 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ, ટ્રેન નં 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ, ટ્રેન નં 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ, ટ્રેન નં 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ, ટ્રેન નં 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ, ટ્રેન નં 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં જનરલ ટિકિટ મળશે જયારે ટ્રેન નં 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં 04.06.2022 થી ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસમાં 06.06.2022 થી, ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસમાં 06.06.2022 થી ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં 01.06.2022 થી ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં 01.06.2022 થી તેમજ ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસમાં 06.06.2022થી જનરલ અનરિઝર્વં ટિકિટો મળશે.