પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને પાટીદાર સમાજના નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા મોરબી : લગ્નપ્રસંગમાં ઝાકમઝોળને બદલે સાદગી પૂર્વક લગ્નપ્રસંગ યોજવા મોરબી પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલ ઘડિયાલગ્નની પ્રેરણાદાયી પહેલ અન્વયે આજે મોરબીમાં વધુ એક ઘડિયાલગ્ન યોજાયા હતા જેમાં પાટીદાર સમાજના નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલ ઘડિયાલગ્નની પ્રેરણાદાયી પહેલને ઉતેજન આપવા મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ તેમના નિવાસ્થાને કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જ્યાં અત્યાર સુધીમાં પાટીદાર સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના પણ અનેક લોકો લગ્નગ્રંથિથી જોડાયા છે ત્યારે આજે ખેવારિયા ગામના પાટીદાર સમાજના દીકરી ચિ.હેતલબેન અમરશીભાઇ ઉભડીયાના શુભલગ્ન હીરાપર નિવાસી ચિ. સાગરભાઈ સવજીભાઈ સવસાણી સાથે યોજાયા હતા. આ પ્રસંગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ ભેટ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.