પરિણામ સ્વીકારવાનું શરૂ, વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકશે મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આગામી તારીખ 2/7/2022 ને શનિવારે વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સન્માન સમારોહ માટે પરિણામ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. વરિયા નગર, સો- ઓરડી, સાયન્સ કોલેજ, સોસાયટી વિસ્તાર તેમજ સમસ્ત મોરબી-2 વિસ્તાર માટે તારીખ 29/5, તારીખ 5/6 તથા તારીખ 12/6 ને રવિવારના રોજ સાંજે 5 થી 8 કલાક દરમ્યાન વરિયા મંદિર ખાતે પરિણામ સ્વીકારવામાં આવશે. આ માટે બળવંત નારણીયા મો.નં.98794 19112, મનીષ બદ્રખિયા મો.નં. 97261 36048 તથા રાહુલ ધરોડીયા મો.નં. 87580 10848નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ન્યુ પ્રજાપત વિસ્તાર માટે ભાવેશભાઈ મેજડીયા મો.નં. 99040 31014, શનાળા, રવાપર અને ગ્રામ્ય વિસ્તાર માટે વિપુલ પ્રજાપતિ મો.નં.99130 53249, ટંકારા માટે બીપીન પ્રજાપતિ મો.નં. 98256 30778, હળવદ માટે ડો.પ્રવિણ વડાલીયા મો.નં.98794 20035 તેમજ મકનસર માટે યોગેશભાઈ વારેવડીયા મો.નં.74052 84018 નો સંપર્ક કરવાનો રહેશે. સન્માન સમારોહમાં નામ નોંધાવવા માટે ધોરણ 1 થી 8 માં 80ટકાથી વધારે અને ધોરણ 9 થી 12 માં 70 ટકાથી વધારે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓના જ પરિણામ સ્વીકારવામાં આવશે. પરિણામ પત્રકની નકલની પાછળ પૂરું નામ, સરનામું અને ફોન નંબર લખવાનો રહેશે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના ક્રમાંક સંપૂર્ણ મેરીટના આધારે આપવામાં આવશે, માધ્યમ પ્રમાણે અલગથી નહીં, ગ્રેડિંગમાં પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાની શાળામાંથી મુખ્ય વિષયના માર્કવાળુ પરિણામ આપવાનું રહેશે. પરિણામ સ્વીકાર્યાની પહોચ અચૂક મેળવી લેવાની રહેશે. પરિણામ બાબતે સમિતિનો નિર્ણય આખરી રહેશે. પરિણામ સ્વીકારવાની છેલ્લી તા.15/6/2022 છે. અંતિમ તારીખ પછી પરિણામ સ્વીકારવામાં આવશે નહીં. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અશ્વિન બરાસરા મો.નં.99250 72451નો સંપર્ક કરવાનો રહેશે.