મોરબી : મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં આવતીકાલે તા.27.05.22 ના રોજ રાત્રે 8.00.થી 11.00 વાગ્યા સુધી કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કારધામ બ્લડ બેંકના સૌજન્યથી રક્તદાન કેમ્પ યોજાશે. મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે. ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે. તેમજ દરરોજ દેશ વિદેશમાં રહેતા આઠ લાખ જેટલા લોકો ઓનલાઈન કથા નિહાળી સંસારની આધિ,વ્યાધિ, ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે. માનવજીવન માટે અમૂલ્ય એવું રક્ત એકત્ર કરવું ખુબજ જરૂરી હોય રક્તદાન એ સૌથી મહત્વનું અગત્યનું દાન છે. આપણું એક વખતનું રક્તદાન ત્રણ જિંદગી બચાવી શકે છે. રક્તદાન કરનારને કેન્સરનું ઝોખમ ઘટે છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, હૃદયરોગની પણ સંભાવના ઘટે છે,રક્તકણોના ઉત્પાદનમાં વેગ મળે છે, શરીરમાં લોહતત્વને મેઇન્ટેન કરે છે,રક્તદાનના આવા અનેક ફાયદા હોય ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. તો ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આનંદભાઈ અઘારા, પોપટભાઈ કગથરા, દિનેશભાઈ વડસોલા, રમેશભાઈ માકાસણા સંસ્કાર બ્લડ બેન્ક, હેતલબેન પટેલ અનસ્ટોપેબલ વોરિયર્સ વગેરે પાસે રજિસ્ટ્રેશન કરાવવા અથવા કથા સ્થળે રજીસ્ટ્રેશન કરાવવા, કદાચ રજીસ્ટ્રેશન ન થાય તો પણ રક્તદાનના દિવસે સ્થળ પર પણ રક્તદાન કરી શકાશે. આ રીતે ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે.