હળવદ : સામાન્ય રીતે તસ્કરો સોના, ચાંદીના દાગીના, વાહન કે કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોય છે ત્યારે હળવદના ચારડવાના ગોપાલનગરમાંથી તસ્કરો શેરીમાં રાખેલી ટ્રેક્ટરની ટ્રોલી ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા જગદીશભાઇ ગોકળભાઇ ચૌહાણે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6 મે ના રોજ તેમના ઘર બહાર રાખેલી ટ્રેક્ટરની ટ્રોલી રજી નંબર GJ-13-Y-4991 કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આ મામલે પોલીસે રૂપિયા 20 હજારની કિંમતની ટ્રોલી ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.