મોરબી જિલ્લામાં બાબા બુઢા અમરનાથની યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ

- text


મોરબી : ચાલુ વર્ષે બાબા બુઢા અમરનાથ યાત્રા યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લામાં આ યાત્રા કરનાર શ્રદ્ધાળુઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે.

પ્રતિ વર્ષ બજરંગ દળ દ્વારા આયોજિત જમ્મુ કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૨ વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી. ફરી આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની યાત્રા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૨૮ જુલાઈ જમ્મુ યાત્રી નિવાસ ભગવતીપરામાં યાત્રા ઉદ્ઘાટનમાં સૌરાષ્ટ્રપ્રાંત , કર્ણાટક , જોધપુર, રાજસ્થાનના યાત્રાળુઓની ઉપસ્સ્થતિમાં યાત્રા ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. ૨૯ તારીખ જમ્મુથી પ્રથમ ટુકડી બુઢા અમરનાથ યાત્રા પ્રસ્થાન કરશે.

- text

આ વર્ષ યાત્રા યોજાશેના સમાચાર મળતા જ સમગ્ર ભારતમાં અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં યાત્રાળુઓમાં હર્ષ છવાયો છે. યાત્રામાં જવા માટે રજીસ્ટરેશન શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લા માટે રજીસ્ટ્રેશન કરવા માટે વિશ્વ હિન્દૂ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે મો.9595688888, બજરંગદળ જિલ્લા સંયોજક કૃષ્પભાઈ રાઠોડ મો.9687618006 નો સંપર્ક કરવાનો રહેશે. આ બુઢાઅમરનાથ યાત્રા સંપર્ક ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ અને સહ યાત્રા ઇન્ચાર્જ પરેશભાઈ રાવલ સમગ્ર સૌરાષ્ટ્રના યાત્રાળુને લઈને તા. ૨૬ જુલાઈ પ્રથમ ટુકડી અને ૨૭ જુલાઈ બીજી ટુકડી રાજકોટથી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.

- text