મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામેથી પરિણીતા લાપતા બનતા તેમના પતિએ વર્ષ 2018માં ગુમસુધા નોંધ કરાવી હતી જેમાં ગઈકાલે આ પરિણીતા મોરબી તાલુકા પોલીસ મથકમાં હાજર થઈ હતી અને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધાનું જાહેર કર્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વર્ષ 2018માં કમળાબેન પ્રવિણભાઇ ભંખોડીયા નામના પરિણીતા લાપતા બનતા તેમના પતિ પ્રવિણભાઇ બાબુભાઇ ભંખોડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી. બીજી તરફ ગઈકાલે કમળાબેન મોરબી તાલુકા પોલીસ મથકમાં હાજર થયા હતા અને કેફિયત આપી હતી કે તેમના સાસુ રેવીબેન માનસીક ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઇ કોઇ ને કહયા વગર ઘરે થી નીકળી ગયેલ હતા અને ચોટીલાની આજુબાજુ રખડતુ ભટકતુ જીવન જીવતા હતા. વધુમાં ત્રણેક વર્ષ પહેલા રાજકોટના આરીફઅલી પરમાર સાથે મુલાકાત થતા પ્રેમસંબંધ બંધાતા કમળાબેને આરીફઅલી પરમાર સાથે ચોટીલા મંદીર માં લગ્ન કરી લીધેલ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું.