એકને એક જગ્યાએ વર્ષોથી કામગીરી કરતા કર્મચારીઓને બદલવા ચીફ ઓફિસરે ફરીથી બદલીનો ગંજીપો ચિપ્યો મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા એકને એક જગ્યાએ વર્ષોથી કામગીરી કરતા કર્મચારીઓને બદલવા માટે ફરીથી બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં ચીફ ઓફિસર દ્વારા 17 જેટલા કર્મચારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. હેડ કલાર્ક કનૈયાલાલ કાલરીયાને એકાઉન્ટન્ટ તરીકેની કામગીરી અને આવક તથા રહીશના દાખલાઓમાં સહી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. કેશિયર મહાવીરસિંહ જાડેજાને હેડ કલાર્ક તરીકે, યુ.બી.એસ. વિભાગના ચંદ્રેશભાઈ દંગીની જન્મ-મરણ વિભાગમાં ભાવેશભાઈ દોશીની કામગીરી તથા આવક તથા રહીશના દાખલાઓમાં સહી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જન્મ-મરણ વિભાગના ભાવેશભાઈ દોશીને લગ્ન નોંધણી વિભાગમાં મહેન્દ્રભાઈ ખાખીની કામગીરી અને જનરલ બોર્ડના ઠરાવની કામગીરી સોંપવામાં આવી છે. એકાઉન્ટન્ટ ડોલરકુમાર જોષીને કેશિયર વિભાગમાં મહાવીરસિંહ જાડેજાની કામગીરી, લાઈબ્રેરી વિભાગમાં સંજયસિંહ રાઠોડની આવક-જાવક વિભાગની કામગીરી, સેનિટેશન વિભાગના દિલીપસિંહ રાઠોડને ભૂગર્ભ ગટર વિભાગમાં કામગીરી, પ.વ.ડી. વિભાગના પ્રવીણભાઈ પટેલને સામાકાંઠે લાઈબ્રેરી વિભાગની કામગીરી, હાઉસ ટેક્સના પરેશભાઈ અંજારીયાને લીગલ વિભાગ અને મહેકમ વિભાગની કામગીરી, મહેકમ વિભાગના મહેશભાઈ સોનગ્રાને પી.એફ. તથા ઈ.પી.એફ.ઓ.ની કામગીરી, હાઉસ ટેક્સ વિભાગ તથા અધર ટેકસના દલસુખભાઈ પટેલને અધર ટેક્સ વિભાગ તથા વ્યવસાય વેરા વિભાગની કામગીરી, ફિલ્ટર હાઉસના મનસુખભાઈ નરશીભાઈને સ્ટોર વિભાગમાં અરવિંદભાઈ ગોહિલની કામગીરી, હાઉસ ટેક્સના લાખુભા ઝાલાની પવડી વિભાગમાં રમાભા ઝાલાની સૂચના મુજબ કામગીરી, લગ્ન નોંધણી વિભાગના મહેન્દ્રભાઈ ખાખીની હાઉસ ટેક્સ વિભાગમાં દલસુખ પટેલની જગ્યાએ કામગીરી તેમજ અધર ટેક્સ વિભાગના કમલેશભાઈ રાવલની, સ્ટોર વિભાગના અરવિંદભાઈ ગોહેલ અને રેકર્ડ વિભાગના અલ્કેશભાઈ રવેશીયાની હાઉસ ટેક્સ વિભાગમાં મહેન્દ્રભાઈ ખાખીની સૂચના મુજબ કામગીરી કરવા બદલી કરવામાં આવી છે.