રાષ્ટ્રીયકક્ષાએ વિદ્યાર્થીઓએ કુલ 7 મેડલ મેળવ્યા મોરબી : ઉજ્જૈન ખાતે યોજાયેલ ૧૩મી નેશનલ ટેક્વેંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨માં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.જેમાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ એમ કુલ 7 મેડલ મેળવ્યા હતા. ગત તા.૧૨ થી ૧૬ સુધી ૧૩મી નેશનલ ટેક્વેંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨નું આયોજન મધ્યપ્રદેશ(ઉજ્જૈન) ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ૩-ગોલ્ડ મેડલ જેમાં ૧.જતાપરા શુભમ,પ્રજાપતિ રોનક, પટેલ પ્રિન્સ ૨,ટિંબલ ટીનુ,વાઘેલા હેતલ,ભરાડીયા લીના ૩.ખટાણા મીત તથા ૨-સિલ્વર મેડલ જેમાં ૧.રોનક પ્રજાપતી ૨.પ્રીતિ મહિયા તેમજ ૨-બ્રોઝ મેડલ જેમાં ૧.વાઘેલા હેતલ ૨.ગૌસ્વામી યશગીરીએ મેડલ મેળવ્યા હતા. આમ કુલ ૭-મેડલ જીતી ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું હતું . આ સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, હાર્દિકભાઈ પાડલિયા તેમજ બ્રિજેશભાઈ ઝાલરીયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવી આંતરરાસ્તરીય સ્તરે સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.