મોરબી : મોરબીના શનાળા ગામે મુરલીધર હોટલ પાછળ જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન શનાળા ગામે મુરલીધર હોટલ પાછળ જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો જ્યા જાહેરમાં જુગાર રમી રહેલા ભુપતભાઇ નાગજીભાઇ વિકાણી, પપ્પી નાગજીભાઇ વિકાણી અને જગદીશભાઇ હેમાભાઇ પરમાર તીનપતીનો જુગાર રમતા હોય પોલીસે પટ્ટમાંથી રોકડા રૂપિયા 5110 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો.