એમ.જે.એમ.સી. અને પી.જી.ડી.એમ.સીમાં આજથી 6 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં વર્ષ 2022-23 માટે પત્રકારત્વનો એમ.જે.એમ.સી. તથા પી.જી.ડી.એમ.સી. અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં આજથી 6 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં વર્ષ 2022-23 માટે P.G.D.M.C. (પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન) અને M.J.M.C. (માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન) એમ બે વર્ષનો કોર્ષ ચાલે છે. જે અંતર્ગત વિધાર્થીઓને અનુભવી પ્રાધ્યાપકો દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરાવવામાં આવે છે. તેમજ પત્રકારત્વક્ષેત્રના અનુભવી તજજ્ઞો દ્વારા પણ માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. જેના પરિણામે અહીંથી ભણેલા અનેક વિધાર્થીઓ અત્યારે મીડિયાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહયા છે.ભવનનો પ્લેસમેન્ટ રેશિયો 100% છે. અહીં તાલીમ પામેલા વિધાર્થીઓ સમાજમાં બહુમૂલ્ય યોગદાન આપી રહયા છે. પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઇને તમામ સઘળા પાસાઓની થિયરિકલ તથા પ્રેકટીકલ તાલીમ આપવામાં આવે છે. કોઇપણ વિષયમાં સ્નાતક એટલે ગ્રેજયુએશન પૂર્ણ કરનાર વિધાર્થી P.G.D.M.C. કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે તથા B.J.M.C. અને P.G.D.M.C.નો કોર્સ કરેલા વિધાર્થીઓ M.J.M.C. મા પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટadmission.saurashtrauniversity.edu પર ઓનલાઇન ફોર્મ આજથી તા.23મે થી 6 જૂન 2022 સુધી ભરી શકાશે. તેમજ પત્રકારત્વના અભ્યાસક્રમની વધુ વિગત પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરથી મળી રહેશે તથા ફોન નં. 0281 2586418 પર બપોરે 12થી 5 દરમિયાન સંપર્ક કરી શકાશે.