ટંકારના લાઇજન અધિકારી ઇશીતાબેન મેર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ ટંકારા : ટંકારમાં ચોમાસાની પૂર્વ તૈયારી અંગે તાલુકા પંચાયર ખાતે તાલુકાના તમામ અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠક ટંકારના લાઈઝન અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતાબેન મેરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આગામી ચોમાસા દરમિયાન પ્રિમોનસુન કામગીરી માટે તંત્રએ કમર કશી છે અને ટંકારા તાલુકાના તમામ વિભાગના વડા સાથે બેઠક યોજી આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છેલ્લા ચારેક વર્ષ થી સર્જાય છે ત્યારે જાનહાની કે માલસામાન નુકસાન ન થાય એવી નિતી ધડી કામગીરી હાથ ધરવા સુચના આપી હતી.આ તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના ઈન્ચાર્જ ટંકારા મામલતદાર ઈન્ચાર્જ ટીડીઓ સહિતના હાજર રહ્યા હતા.