આયોજન અંગે તાલુકા ભાજપ ની બેઠક યોજાય મોરબી : આગામી તા 28 ના રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ( તા જસદણ) ખાતે કે ડી પી મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલ ના લોકાર્પણ પ્રસંગે પધારવા ના છે ત્યારે એ કાર્યક્રમ મા મોરબી તાલુકા માથી મોટી સંખ્યા મા કાર્યકર્તા જોડાય એ આયોજન માટે મોરબી તાલુકા ના હોદેદારો ની મીટીંગ સાસંદ શ્રી મોહનભાઇ કુંડારીયા સાહેબ ના કાર્યાલય ખાતે યોજાય હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા તથા જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ જીજ્ઞેશ કૈલા, ચેરમેન શ્રી જયંતિભાઇ પડશુંબીયા, હીરાભાઇ ટમારીયા તાલુકા પંચાયત પ્રમુખના પતિ કાનજીભાઇ ચાવડા ઉપ પ્રમુખ વિક્રમસિંહ ઝાલા , ચેરમેન શ્રી રાકેશ કાવર દંડક શ્રી હર્ષેદ પાચોટીયા, પક્ષ ના નેતા ભુપતભાઇ સવસેટા,દશુભા ઝાલા,વિશાલ ધોડાસરા , તાલુકા ભાજપ મહામંત્રી, વિવિધ મોરચાના પ્રમુખ- મહામંત્રી તાલુકા પંચાયત સભ્ય,હોદેદારો હાજર રહ્યા હતા