પ્રખ્યાત યુનિવર્સિટીના ડીન, પ્રિન્સિપાલ સહિતના ટોચના અનુભવીઓ કેરિયર કાઉન્સેલિંગ કરશે : કારકિર્દી સબંધિત તમામ પ્રશ્નોના મળશે જવાબ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શ્રેષ્ઠ કારકિર્દી માટે ધો.10, 12 અને ગ્રેજ્યુએટ પછી શું કરવુ ? આવો પ્રશ્ન સહેજ પણ મનમાં ઉદ્દભવતો હોય તો, ચિંતા કરવાની જરૂર નથી. મોરબીમાં ઘરઆંગણે જ ફર્ન રેસિડેન્સી ખાતે ગણપત યુનિવર્સિટી દ્વારા કાલે 22મીએ નિઃશુલ્ક કેરિયર કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપત યુનિવર્સિટી એ મહેસાણા નજીક ગાંધીનગર હાઇવે પર સ્થિત છે. જ્યાં ધો.10, 12 અને ગ્રેજ્યુએટ પછીના 100થી વધુ પ્રોગ્રામ થાય છે. અહીં ગર્લ્સ અને બોયઝ માટે હોસ્ટેલ સુવિધા છે. હાલ અહીં 5000 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. જેમાં 2000 જેટલી વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. અહીં વિદ્યાર્થીનીઓ માટે શ્રેષ્ઠ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ગણપત યુનિવર્સિટી દ્વારા મોરબીમાં મહેન્દ્રનગર પાસે 8એ નેશનલ હાઇવે ઉપર પેસિફિક બિઝનેશ પાર્કમાં આવેલ ધ ફર્ન રેસિડેન્સીમાં આગામી તા.22ને રવિવારના રોજ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી કેરિયર કાઉન્સેલિંગ એન્ડ પર્સનલાઈઝડ ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં યુનિવર્સિટીના ડીન, પ્રિન્સિપાલ અને ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને પર્સનલી કેરિયરને લગતું તમામ ગાઈડન્સ પૂરું પાડવામાં આવનાર છે. વધુમાં ગણપત યુનિવર્સિટીના ધો. 12 સાયન્સ પછીના એન્જીનીયરીંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર, નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, બીએસસીમાં બાયોટેક્નોલોજી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, આર્કિટેક્ચર સહિતના કોર્ષ થાય છે. ગ્રેજ્યુએટ પછીના એમબીએ, એમટેક, એમફાર્મ, એમએસસી, એમસીએ જેવા કોર્ષ થાય છે. 12 કોમર્સ પછીના બીબીએ, બીસીએ, બી ડિઝાઇન, બીકોમ અને 10 પછીના ડિપ્લોમા કોર્ષ થાય છે. આમાંથી ક્યાં કોર્ષની મદદથી કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવવા જરૂરથી આ સેમિનારમાં ભાગ લ્યો. વધુ વિગત માટે ડો. મૌરી વસાવડા 9979050918નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. રજીસ્ટ્રેશન માટેની લિંક http://bit.ly/gunimeet સેમિનારનું સરનામું ધ ફર્ન રેસિડેન્સી પેસિફિક બિઝનેશ પાર્ક, 8એ નેશનલ હાઇવે, મહેન્દ્રનગર મોરબી