આજે બપોરે થયેલા અકસ્માતમાં બે ઇજાગ્રસ્તો સારવાર માટે મોરબી ખસેડાયા હળવદ : હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચેથી પસાર થતા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલા અને બે પુરૂષને ઇજા પહોંચતા સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યા હતા જ્યાંથી એક મહિલા અને પુરુષ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના મીયાણી થી ટીકર જવાના રસ્તે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બેબીબેન બાબુભાઈ કોળી રહે સુલતાનગઢ,અમિત ભાઈ ચંદુભાઇ રહે જોગડ અને નવઘણભાઈ મગનભાઈ રહે સુલતાનગઢને ઈજા પહોચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા જોકે અહી પ્રાથમિક સારવાર આપ્યા બાદ બેબીબેન અને અમિતભાઈ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા.