મોરબી અવની ચોકડી નજીક મેઘાણી સ્કુલની બાજુમાં ગધઇની વાડી ખાતે બનેલો બનાવ મોરબી : મોરબીની અવની ચોકડી નજીક આવેલ ગધઇની વાડી વિસ્તારમાં કાકાના દીકરાનું મકાન બનતું હોય રેતી કપચી વાડીમાં ઠાલવતા હવે ખેતીની સિઝન આવતા આ રેતી કપચી ઉપડવાનું કહેનાર પિતરાઈ ભાઈને ભાઈએ લાકડી ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી અવની ચોકડી નજીક આવેલ ગધઈની વાડીમાં રહેતા ભુરજીભાઇ રામજીભાઇ પરમારની વાડીમાં તેમના કાકાના દીકરા એવા સુરેશભાઇ શીવલાલભાઇ પરમારે મકાનનું કામ ચાલુ હોવાથી રેતી કપચી વાડીમાં ઠાલવ્યા હતા. પરંતુ હવે ચોમાસુ નજીક આવતા ખેતીની સિઝન હોય ફરિયાદી ભુરજીભાઈએ આરોપી શિવલાલને વાડી ખેડવામાં રેતી અને કપચી નડતર રૂપ હોય ખસેડી લેવા કહેતા આરોપી શિવલાલને સારું નહિ લાગતા ભુરજીભાઈને લાકડી ફટકારી ઇજા પહોંચાડી હતી. ઘટના અંગે ભુરજીભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિવલાલ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.