પક્ષીઓના લાભાર્થે બર્ડ કેર પ્રોજેક્ટ હાથ ધરાયો મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. જેમાં પક્ષીઓને આ કાળજાળ ગરમીમાં રાહત મળે તે માટે પક્ષીઓની ક્ષુધા અને તરસ છીપેએ ભાવનાથી સત્યેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર જગ્યામાં 500 નંગ પાણી પીવાના કુંડા અને 500 નંગ ચકલા ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા. રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા. હરખજીભાઇ ટી. સુવારિયા, લા. એ એસ સુરાણી, લા. મહાદેવભાઈ ચિખલિયા, લા. મહાદેવભાઈ ઊંટવાડિયા, લા. મણીલાલ કાવર, લા. પ્રાણજીવન રંગપરીયા, તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારીઓ હાજર રહી સેવા પરમો ધર્મ અને સેવા એજ કર્તવ્ય એવા ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સૌજન્ય દાતા લા. હરખજીભાઇ ટી સુવારિયા - ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક રહ્યા હતા.