માળીયા : માળીયા પોલીસે હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા પરેશ કાંતિલાલ રાણા નામના યુવાનને ટાટા માંજા કારમાંથી વિદેશી દારૂની બોટલ કિ.રૂ.300 સાથે ઝડપી લઈ એક લાખની કાર સહિત કુલ રૂપિયા એક લાખ ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.