તલાટી કમ મંત્રીની બદલી અટકાવવા ગ્રામ પંચાયતની જિલ્લા વિકાસ અધિકારીને અપીલ મોરબી : મોરબી તાલુકાની માળીયા-વનાળીયા ગ્રામ પંચાયતના સરપંચ ધનીબેન પરમાર અને ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીની સંતોષપૂર્ણ કામગીરીથી ખુશ થઇ તેમની બદલી અટકાવી કાયમી નિમણુંક આપવા જિલ્લા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે ત્રાજપર તેમજ માળીયા-વનાળીયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા એન. પી. ડાંગરની કામગીરીથી પૂર્ણ સંતોષ છે. તેમજ તેમની બદલી કરાવવા અમુક માણસો ગેરમાર્ગે પ્રયાસ કરી રહ્યા છે. તો તે ધ્યાને નહીં લેતા હાલમાં ફરજ બજાવે છે ત્યાં ચાલુ રાખવા સમંતિ છે. ગ્રામ પંચાયતને તેમની સામે કોઈપણ જાતનો વાંધો નથી. તેમજ એન. પી. ડાંગરને ત્રાજપર તેમજ માળીયા-વનાળીયા ગ્રામ પંચાયતમાં કાયમી નિમણુંક આપવા માંગણી છે.