મોરબી : મોરબીના ન્યુ ચંદ્રેશનગરમાં આવતીકાલે શનિવારે ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાનાર છે. મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગરમાં પંકજભાઈ વસાણીયા દ્વારા આવતીકાલે તા. 21ને રાત્રે 9 કલાકે ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા રમવામાં આવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.