હળવદ : હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના 12 મૃતકોના પરિવારને રૂ. 5 હજારની સહાય કથાકાર મોરારી બાપુએ જાહેર કરી છે. હળવદના જીઆઇડીસીમાં ગત બુધવારે મીઠાના કારખાનામાં દીવાલ પડતાં 12 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મજૂરોના પરિવારોની વ્હારે આવી સરકાર અને આગેવાનોએ આર્થિક સહાય જાહેર કરી છે. ત્યારે આજે રામાયણના કથાકાર મોરારી બાપુ દ્વારા તમામ 12 મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવા માટે પરિવારદીઠ રૂ. 5-5 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.