માળિયા : માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમો નાસીરભાઈ યુસુફભાઈ જામ ઉ.વ.24 રહે. નવાગામ, માળિયા તથા મોહસીન ઉર્ફે ડિકો ગુલામ મયુદીનભાઈ સંઘવાણી ઉ.વ.28 રહે. નવાગામ માળિયા વાળાને મોરબી જિલ્લા, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, જામનગર, કચ્છ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા છે.