મોરબીના ૧૮થી ૪૦ વર્ષના યુવાનો જિલ્લા યોગ કો-ઓડીનેટરનો સંપર્ક કરી શકશે મોરબી : આગામી તા.21ના રોજ આંતરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી ગુજરાતના ઐતિહાસિક સ્થાનો પર યોગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરવામાં આવશે.જેમાં મોરબીના દરેક જિલ્લાના ભાઈઓ અને બહેનો જેમની ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વચ્ચે હોય અને વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ યોગના અભ્યાસ જાણતા હોય તેઓની પસંદગી કરવામાં આવશે. આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આગામી તા.21 જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ગુજરાતના ઐતિહાસિક સ્થાનો પર યોગ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર થઇ રહી છે.જેમાં મોરબી જિલ્લામાં યોગ પર ડોક્યુમેન્ટરી પિકચરના શૂટિંગમાં ભાગ લેવા માટે મોરબીના દરેક જિલ્લાના ભાઈઓ અને બહેનો જેમની ઉંમર ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વચ્ચે હોય અને વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ યોગના અભ્યાસ જાણતા હોય તે સંપર્ક કરી શકે છે.વહેલા તે પહેલાના ધોરણે અને તેમનું સિલેક્શન કરવામાં આવશે અને પસંદ થયેલ ભાઈઓ અને બહેનોની ટ્રેનિંગ આપવામાં આવશે.શૂટિંગ ૨-૬-૨૦૨૨ના રોજ વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસમાં થશે.વધુ માહિતી માટે મોરબી જિલ્લા યોગ કો-ઓડીનેટર વાલજી પી.ડાભી મો.95862 82527નો સંપર્ક કરવો.