મોરબી : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાની કારોબારી આજ તા.17ના રોજ મોરબી મુકામે મળેલ હતી.જેમાં આગેવાનો.અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાની કારોબારી આજ તા.17ના રોજ મોરબી મુકામે મળેલ હતી.જેમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા,પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ,મોરબી જિલ્લા કિસાન મોરચા પ્રભારીમંત્રી રાણશીભાઇ ગઢવી,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ તથા વલ્લભભાઈ તથા કાળુભાઈ તેમજ મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ મકવાણા જિલ્લાના બંને મહામંત્રી શિરીશભાઈ તથા ગણપતસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમનું સંચાલન કરતા જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર સાથે જીલ્લાના હોદ્દેદારો બધા મંડળના પ્રમુખ તથા હોદેદારઓ તેમજ અપેક્ષિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોની હાજરીમાં કારોબારીની મીટીંગ મળેલ હતી.