આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે આયોજન મોરબી : મોરબીમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસે વિશ્વની દુર્લભ ચલણી નોટો,સિક્કાઓ,સ્ટેમ્પ તથા ટીકીટોનું પ્રદર્શન યોજવામાં આવશે.જેમાં તમામ મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર તમામ શાળાઓ તથા કોલેજોને આ પ્રદર્શનનો લાભ લેવા અપીલ કરી છે.તેમજ આ પ્રદર્શન જાહેર જનતા માટે પણ ગોઠવેલ છે. આવતીકાલ તા.18ને બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે સવારે 10:30 થી 4:30 કલાક સુધી ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ - સેન્ટ્રલ હોલ મોરબી ખાતે વિશ્વની દુર્લભ ચલણી નોટો,સિક્કાઓ,સ્ટેમ્પ તથા ટીકીટોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.આ અતિ દુર્લભ વિશ્વની ચલણી નોટો,સિક્કાઓ, સ્ટેમ્પ તથા ટીકીટોનાં સંગ્રહકર્તા મિતેશભાઈ દવે એડવોકેટનું અમુલ્ય સંગ્રહ છે.આ પ્રદર્શન તમામ મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર તમામ શાળાઓ તથા કોલેજોને આ પ્રદર્શનનો લાભ લેવા અપીલ કરી છે.તેમજ આ પ્રદર્શન જાહેર જનતા માટે પણ ગોઠવેલ છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર' પ્રેરિત 'આર્યભટ્ટ'લોક વિજ્ઞાન કેન્દ્ર - વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે.મિતેશભાઈ દવે એડવોકેટનું અમુલ્ય 'Display Of World Currency and Tickets' 'વિશ્વનું ચલણ તથા ટીકીટોનું પ્રદર્શન ' જાહેર જનતા અને શાળા-કોલેજો માટે ગોઠવેલ છે.